રૂપિયાની લેતી-દેતીમાં એક ને ચપ્પુ મારી હત્યા કરનાર આરોપીને GIDC પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી કાર્યવાહી હાથ ધરી
વાપી GIDC માં આવેલ માઇક્રો ઓર્ગો કેમ કંપની એક વ્યક્તિની હત્યા કરનાર આરોપીની GIDC પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના 3જી જાન્યુઆરી સાંજે બની હતી. જેમાં કંપનીમાં જ ઇલેક્ટ્રિકનું કામ કરનાર વ્યક્તિની કંપનીમાં જ સુપરવાઇઝરનું કામ કરનાર વ્યક્તિએ હત્યા કરી હતી. 7200 રૂપિયા જેવી સામાન્ય લેતીદેતીના મામલે થયેલ બબાલ અને હત્યાને લઈ વાપી પંથકમાં ચકચાર મચી ગઇ છે.
આ ઘટના અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણકારી બાદ GIDC પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હત્યા કરનાર યુવકનું નામ દિપક મંડલ છે. જ્યારે જેની હત્યા થઈ ચૂકી છે. તેનું નામ સમાધાન અશોક પાટીલ છે. બંને વાપી GIDC માં આવેલ માઈક્રો એગ્રો કેમ કંપનીમાં કામ કરતા હતાં.
કંપનીમાં દિપક મંડલ સુપરવાઈઝર હતો. જ્યારે સમાધાન અશોક પાટીલ ઇલેક્ટ્રીક નું કામ કરતો હતો. બન્ને કંપનીમાં મજુરો પાસે કામ કરવા માટે મજૂરોની આપ-લે...