
પહેલી પત્નીને ખોટું ના લાગે એટલે પતિએ એક જ કંકોત્રીમાં છપાવ્યા બન્ને પત્નીના નામ ને બ્રેકીંગ ન્યૂઝની લ્હાઈ માં મીડિયા/સોશ્યલ મીડિયાએ વાયરલ કરી દીધી કંકોત્રી!
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે 9 મેના રોજ યોજાનારા લગ્નની એક કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ મીડિયામાં બ્રેકીંગ ન્યૂઝ બની છે. કેમ કે કંકોત્રીમાં એક વરની સામે બે કન્યાના નામ લખવામાં આવ્યાં છે, જો કે બ્રેકીંગ ન્યૂઝ બનેલી આ લગ્ન પત્રિકા બાદ તેને છપાવનાર પ્રકાશ ગાવિતના ઘરે મીડિયાના ધાડા ઉતર્યા અને હકીકત જાણી ત્યારે, પ્રથમ બ્રેકીંગ ન્યૂઝ ને હવે સ્પેશ્યલ રિપોર્ટમાં તબદીલ કરી વાટેલા ભાંગરાને મુખવાસમાં ખપાવી રહ્યા છે.
વાત જાણે એમ છે કે કપરાડાના નાનાપોંઢાના પ્રકાશ ગાવિતના કુસુમ ગાવિત નામની યુવતી સાથે લગ્ન થયા હતાં. જે લગ્ન બાદ તેમને 2 સંતાનો છે. આ સાથે જ પ્રકાશ બીજી યુવતી નયના ગાંવીતને પણ પોતાના ઘરે પત્ની ની જેમ જ રાખતો હતો. એક રીતે તેની સાથે લગ્ન વગરના પરંતુ પતિપત્ની વચ્ચે જે સંબંધો હોય તે સંબંધો કેળવ્યા હતાં. જેમાં પ્રથમ પત્નીને પ્રકાશ થી કે નયના થી કોઈ મનદુઃખ...