દુષ્કર્મના ખોટા આરોપમાં 2 વર્ષ જેલવાસ ભોગવી નિર્દોષ છૂટેલા પિતાએ વાપી કોર્ટના પાર્કિંગમાં સુઈ જઇ પરિવારની જે આબરૂ માન સન્માન ગયું તે પાછું મેળવવા જીદ પકડી!
જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ જેવી સંસ્થાઓની અધૂરી તપાસ એક પરિવારને કઈ રીતે બરબાદ કરી શકે છે. સમાજમાં કેટલી બદનામી સહન કરવી પડે છે તેનો એક કિસ્સો વલસાડમાં બન્યો છે. જેમાં પુત્રીએ પિતા પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવ્યા બાદ 2 વર્ષે નિર્દોષ છૂટેલા પિતાએ જવાબ માંગ્યો હતો કે તેની અને તેના પરિવારની જે આબરૂ માન સન્માન ગયું તે કેવી રીતે પાછું આવશે?
વલસાડ જિલ્લામાં સોમવારે દુષ્કર્મના આરોપમાં નિર્દોષ છૂટનાર બલરામ વિશ્વંભર ઝા એ વાપી કોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં પોલીસની હાજરીમાં જમીન પર સુઈ જીદ પકડી હતી કે તે નિર્દોષ સાબિત થયો છે તે વાત મીડિયા દ્વારા રજૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી ઉઠશે નહિ. જો કે તે બાદ મીડિયા સમક્ષ બલરામ વિશ્વંભર ઝા એ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ જેવી સંસ્થાઓની અધૂરી તપાસ એક પરિવારને કઈ રીતે બરબાદ કરી શકે છે. સમાજમાં કેટલી બદનામી સહન...