દમણમાં ઘરેથી ટ્યુશન જવા નીકળેલો બાળક ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો
સંઘપ્રદેશ દમણમાં ઘરેથી ટ્યુશન જવા નીકળેલો એક 15 વર્ષનો વિદ્યાર્થી ગુમ થયો છે. પરિવાર ના સભ્યોએ આ અંગે દમણ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે. ગુમ નોંધની ફરિયાદ આધારે હાલ દમણ પોલીસ તપાસ હાથ ધરી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે કોસ્ટગાર્ડ એર સ્ટેશન કવોર્ટ્સ ખાતે રહેતા અને મૂળ મહારાષ્ટ્ર ના કોલ્હાપુર ના નિવાસી રાજેન્દ્રભાઈ મૂરગી દ્વારા કડૈયા પોલીસ મથકે આવી પોતાની ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેમનો 15 વર્ષ નો દીકરો કૌશિક દરરોજ ના જેમ 9 ડિસેમ્બરના રોજ સવારે 10 કલાકે ઘરેથી હેપ્પી ટ્યુશન ક્લાસ અર્થે જવા માટે નીકળ્યો હતો. જે બાદ તે પરત રોજ 12 વાગ્યા સુધીમાં આવી હતો.
કૌશિક ઘરે ન આવતા પરિવારમાં ચિંતા વ્યાપી ગઈ છે. રાજેન્દ્ર ભાઈ દ્વારા ટ્યુશન ક્લાસ પર જઈ તપાસ કરતાં કૌશિક ટ્યુશન આવ્યો જ ન હોવાનું ક્લાસ ના મેડમ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જે બાદ કૌશિક ની તપાસ તેના મિત્રો તથા આસ પડોસમાં કર...