શહેરીજનોને મચ્છીની દુર્ગંધમાંથી છુટકારો અને મચ્છી વિક્રેતાઓને સુવિધાયુક્ત આશરો આપવાના પાલિકાના પ્રયત્નો પર મચ્છી વિક્રેતાઓનું જ પાણી ઢોળ?
વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટ માં વર્ષોથી મચ્છી વેંચતી મહિલાઓ અને પુરુષ વિક્રેતાઓ ખુલ્લામાં બેસીને ગંદકીમાં મચ્છી વેચી ગુજરાન ચલાવતી હતી. તો, તેને કારણે મુખ્ય માર્ગ પર મચ્છીની તીવ્ર દુર્ગંધ શહેરીજનોને ત્રાહિમામ પોકરાવતી હતી. આ તમામ સમસ્યાઓનો નિવેડો લાવવા નગરપાલિકાના સત્તાધીશોએ અદ્યતન ફિશ માર્કેટ બનાવી તેમાં મચ્છી વિક્રેતાઓને સ્ટોલ ફાળવી આશરો આપવાની અનોખી પહેલ કરી છે. પરંતુ જાણે ગંદકીમાં ટેવાયેલ અને શહેરીજનોને દુર્ગંધથી નાક આડે રૂમાલ બંધાવવામાં જ માનતા મચ્છી વિક્રેતાઓએ પાલિકાની પહેલ પર પાણી ઢોળ કરી નાખ્યું છે.
વાપી નગરપાલિકા દ્વારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને રજુઆત કરી ખુલ્લામાં બેસી મચ્છી વેંચતા વિક્રેતાઓ માટે ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી અદ્યતન ફિશ માર્કેટ નું નિર્માણ કર્યું છે. જેમાં તૈયાર કરેલા સ્ટોલ આઇડેન્ટિફાઇડ કરેલા મચ્છી વિક્રેતાઓને ફાળવી 29મી એપ્રિલથી મચ્છીનું વેં...