ભિલાડ CHC ના તબીબોની નફ્ફટાઈ, કમિશન આપતી મેડીકલમાંથી જ દવા લેવાનું દર્દીઓ પર દબાણ?
વલસાડ જિલ્લામાં સરકારી CHC-PHC માં સેવા આપતા તબીબો કમિશન માટે દર્દીઓને કેવા હેરાન પરેશાન કરે છે. તેનો એક વિડિઓ હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તબીબોએ સૂચન કરેલા મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાને બદલે બીજી મેડિકલ સ્ટોરમાંથી દવા લેનાર દર્દીઓ સાથે તોછડાઈ ભર્યું વર્તન કરી જે તે મેડીકલમાંથી જ દવા લેવા દબાણ કરી, દવાઓ પરત કરવા મોકલે છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વિડિઓ ભિલાડ CHC નો છે. ભિલાડ ખાતે ઠાકોરશ્રી પ્રથમસિંહ ડી. પરમાર કોટેજ હોસ્પિટલ આવેલ છે. આ હોસ્પિટલ ગુજરાત સરકાર સંચાલિત રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ભિલાડ તરીકે કાર્યરત છે. જેમાં રોજના ભિલાડ-સરીગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓ તબીબી સારવાર મેળવવા આવે છે.
જો કે ભિલાડ રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબો દર્દીઓને સરકારી દવા મફતમાં આપવાને બદલે નજીકમાં આવેલ ચોક્કસ મેડિકલ સ...