Friday, January 31News That Matters

Tag: The closed house of a 200-year-old Parsi family in Nargol village collapsed in heavy rains

નારગોલ ગામે 200 વર્ષ જૂનું પારસી પરિવારનું બંધ મકાન ભારે વરસાદમાં તૂટી પડયું

નારગોલ ગામે 200 વર્ષ જૂનું પારસી પરિવારનું બંધ મકાન ભારે વરસાદમાં તૂટી પડયું

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે પારસી પરિવારનું 200થી વધુ વર્ષ જુનુ બંધ મકાન સોમવારના રોજ ભારે વરસાદમાં તૂટી પડ્યું હતું. વર્ષો જુનું આ મકાન અનોખી નકશીકામ તેમજ પ્રાચીન આર્કિટેક પદ્ધતિથી નિર્માણ પામેલુ હતું. જેની કલાકારીગરી નિહાળવા અનેક વખત આર્કિટેક કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. નારગોલ ગામે પારસી પરિવારનું 200થી વધુ વર્ષ જુનુ બંધ મકાન સોમવારના રોજ ભારે વરસાદ દરમિયાન તૂટી પડયું હતું. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામે કારભારી પારસી પરિવારનું 200 વર્ષ જૂનું મકાન આવેલ છે. આ મકાન લાંબા સમયથી બંધ હાલતમાં હતું. મકાન જર્જરિત થવાથી સોમવારે ભારે વરસાદ દરમિયાન ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના રહિશોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. પાડોશી વિનોદભાઈ ભગતના જણાવ્યા મુજબ તેમના મકાનને અડીને આવેલ મકાન એકાએક તુટી પડતાં તેમના પરિવારજનો ખૂબ ...