
સંધ્યા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેનને ભારતના The Best Chemical અને Agro Chemical નિર્માતા કંપની તરીકે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા
વાપી અને સરીગામ GIDC માં કાર્યરત અગ્રણી એગ્રો કેમિકલ બનાવતી કંપની સંધ્યા ગ્રુપને વધુ એક એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ એક ગૌરવ એવોર્ડ કાર્યક્રમમાં વાપી અને સરીગામની પ્રખ્યાત કંપની સંધ્યા ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર કાંતિલાલ કોલીને કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં પધારેલા મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશિયારીના હસ્તે ભારત ના ધ બેસ્ટ કેમિકલ/The Best Chemical અને એગ્રો કેમિકલ/Agro Chemical નિર્માતા કંપની તરીકે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ રાજભવન મલબાર હિલ ખાતે 12મી ફેબ્રુઆરી 2023 ના રોજ યોજવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યાની જાણકારી મળતાં સંધ્યા ગ્રુપ વાપી અને સરીગામ ના સમસ્ત કર્મચારીઓ, અધિકારીઓ, મિત્રવર્તુળ અને પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. તમામે ચેરમેન કાંતિલાલ કોલીને અ...