
વાપી પાલિકાના ચીફ ઓફિસરનો મોટો ખેલ? ઘરના જ ભુવા અને ઘરના જ ડાકલા કહેવતને સાર્થક કરી?
વાપી નગરપાલિકામાં વ્યારાથી બદલી પામીને આવેલા ચીફ ઓફિસર સામે પાલિકાના સભ્યોની નારાજગી અનેક વખત છતી થઈ છે. ત્યારે ફરી એકવાર ચીફ ઓફિસરની કાર્યપધ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. જે અંગે હવે RCM અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ આ બાબતે ચીફ ઓફિસર પાસે કોઈ ખુલાસો માંગશે કે કેમ તેના પર પાલિકાના સભ્યો મીટ માંડીને બેઠા છે.
આ અંગે સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ વાપી નગરપાલિકાનો કારભાર સાંભળતા ચીફ ઓફિસર પોતે જ રાજા અને પોતે જ વેપારીની નીતિ અપનાવી રહ્યા છે. વાપી પાલિકાના પ્રમુખને હાંસિયામાં ધકેલી વ્યારાથી ટ્રાન્સફર થઈને આવેલા ચીફ ઓફિસર વાપીમાં મનસ્વી કારભાર હેઠળ સરકારી તિજોરીમાંથી પોતાનું તરભાણું ભરી રહ્યા છે.
વિસ્તૃત અહેવાલ હવે પછી આવશે.........
સૂત્રોનું માનીએ તો ચીફ ઓફિસર સાહેબ વાપીના દરેક વિકાસ કાર્યમાં ચંચુપાત કરી રહ્યા છે. વર્ષોથી વાપીના વિકાસના કામના કોન્ટ્રાકટ લેતા કોન્ટ્રાક્ટ...