વાપીમાં ટ્રાફિકની સમસ્યા વકરવાનો આરંભ, 200થી વધુ ટ્રેનના આવાગમન વચ્ચે ફાટક પર રહેશે ટ્રાફિકજામ
વાપી રેલવે ઓવર બ્રિજ (ROB) 21 મી ડિસેમ્બર 2022થી જૂન 2024 સુધીમાં તોડી તેના સ્થાને નવો નિર્માણ કરવાનો છે. ત્યારે, વાપીના ઇસ્ટ વેસ્ટના આવાગમન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જો કે, આ ડાયવર્ટ રૂટમાં વાપીનો જૂનો ફાટક ફરી દોઢ વર્ષ માટે શરૂ કરવામાં આવતા વાપીમાં ટ્રાફિકની સમસ્યા હળવી થવાને બદલે વધુ વકરશે.
વાપીના જુના ROBને તોડી તેના સ્થાને ફોરલેન ROB બનાવવાનું આયોજન કરાતા જુના ROB ને બંધ કરવાનું જાહે૨નામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેના સ્થાને અન્ય ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વાપી શહેરના નાના વાહનો અન્ડરપાસ અને એસટી ડેપો પાસેના ફાટકનો ઉપયોગ કરી શકશે જ્યારે દમણના ભારે વાહનો મોહનગામ ફાટક, બલિઠા ROB અને મોતીવાડા ROB નો ઉપયોગ કરી શકશે.
ROB નું કન્સ્ટ્રકશન કામ જૂન 2024 સુધી ચાલવાનું છે. એટલે ફરી એકવાર વાપી સહિત બલિઠા, મોરાઈની જનતાએ પારાવાર ટ્રાફ...