સરીગામમાં બૈડ પરિવાર દર વર્ષે હનુમાન જયંતીના દિવસે કંપનીમાં જ ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરે છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDC માં મનીષા પેકેજીંગ કંપનીમાં હનુમાન જયંતિ નિમિત્તે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કંપનીના સંચાલકો છેલ્લા 15 વર્ષથી કંપનીમાં જ હનુમાન જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરે છે. જેમાં કંપનીના કર્મચારીઓ તેમજ આસપાસના શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરે છે.
સરીગામ ભિલાડમાં આવેલ લઘુઉદ્યોગ સહકારી મંડળી ખાતે કાર્યરત મનીષા પેકેજિંગમાં હનુમાન જયંતિ નિમિતે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કંપનીના સંચાલક બીકમચંદ બૈડ અને પવનકુમાર બૈડે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી અહીં કંપનીમાં ડુંગર બાલાજીનું મંદિર બનાવી શ્રધ્ધાભાવથી તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. બાલાજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા હોય તેમના આશીર્વાદ કંપની પર કંપનીના કર્મચારીઓ પર મળતા રહે તે માટે દર પૂનમે જાણીતા ભજન કલાકારો બોલાવી ભજન સંધ્યાનું આ...