શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ-વાપી ખાતે ત્રિદિવસીય શાળાનો 40 મો વાર્ષિકૉત્સવ ઉજવાશે
વાપી તાલુકામાં 40 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે આગામી તારીખ 4, 5 અને 6 જાન્યુઆરી એ શાળાનો 40મો વાર્ષિકૉત્સવ ઉજવવામાં આવશે. આ વાર્ષિકૉત્સવમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિત રાજકીય આગેવાનો, સંતો મહંતો ઉપસ્થિત રહેશે. જેઓના હસ્તે વાર્ષોકોત્સવ ને ખુલ્લો મુકવા સાથે શાળા સંકુલમાં બનેલ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં શાળાના બાળકો દેશભક્તિના નૃત્ય નાટકો, ગીત-સંગીત રજૂ કરશે. જે અંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામીએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી.
કપિલ સ્વામીએ આ ત્રિદિવસીય વાર્ષિકૉત્સવ અંગે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે 4 જાન્યુઆરીએ હનુમાન ચરિત્ર થીમ પર ભગવાન રામ અને અયોધ્યા પર બાળકો મંત્રમુગ્ધ કરતી પ્રસ્તુતિ કરશે. 5મી જાન્યુઆરીએ માં આદ્યશક્તિ થીમ પર માતાજીઓની વિશેષ પૂજા અને તેના અલગ અલગ સ...