વાપીના ચણોદ સ્થિત Atharv Public School માં ‘પરિવર્તનમ’ થીમ હેઠળ 13th Annual Function નું આયોજન કરાયું
વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ અથર્વ પબ્લિક સ્કૂલ/Atharv Public School ખાતે શાળાનો 13મો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. પરિવર્તનમ/Parivartanam થીમ પર ઉજવાયેલ આ ફંક્શનમાં વાપીના જાણીતા તબીબ, ઉદ્યોગકારો, સામાજિક શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ આગેવાનો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જેઓની ઉપસ્થિતિમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતાં. આ એન્યુઅલ ડે માં ધોરણ 1 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓએ જ સ્ટેજ પર એન્કરિંગ, ડ્રામાથી માંડીને તમામ આયોજન કર્યું હતું. જે નિહાળી સૌકોઈ મંત્રમુગ્ધ બન્યા હતાં.
એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં બાળકોએ બતાવેલ પ્રદર્શન નિહાળી ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના બાળપણના શાળાના દિવસોને યાદ કરી સૌને અભિનંદન પાઠવ્યા હતાં. પરિવર્તનમ થીમ પસંદ કરવા અંગે જણાવ્યું હતું કે, દરેક ના જીવનમાં પરિવર્તન થતું રહે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, અભ્યાસ, ટેકનોલોજી ...