Friday, October 18News That Matters

Tag: Thanganat in Vapi – 2022 Rotary Navratri Festival of Sportsmen’s Thanganat in Traditional Dress Calling Garban Ramzat

વાપીમાં થનગનાટ–2022 રોટરી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો થનગનાટ…., પરંપરાગત પહેરવેશમાં ગરબાની રમઝટ બોલાવે છે

વાપીમાં થનગનાટ–2022 રોટરી નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો થનગનાટ…., પરંપરાગત પહેરવેશમાં ગરબાની રમઝટ બોલાવે છે

Gujarat, Most Popular, National
વાપીમાં સતત 2 વર્ષ પછી રોટરી થનગનાટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સતત સાતમાં દિવસે પણ ખેલૈયાઓના હૈયા હિલોળે ચઢ્યા હતા. રોફેલ કોલેજના ગ્રાઉન્ડ પર રમતા ખેલૈયાઓના ટ્રેડીશનલ અને રંગબેરંગી  પોશાક ને કારણે ઊભા થયેલા મેઘધનુષી અને ગતિશીલ દ્રશ્યએ લોકમેળાની યાદ અપાવી હતી. થનગનાટ – 2022 માં ગ્રાઉન્ડ પર 7 દિવસથી ભારે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. ગરબાપ્રેમી યુવાનો જ નહી આબાલવૃદ્ધ સૌ કોઈ અહી માં ની ભક્તિવંદના કરવા સાથે ગરબે રમી ગરબાનો આનંદ માણી રહ્યા છે. યુવા ખેલૈયાઓ સાથે સીનીયર સિટીઝનો પણ એટલાજ જોશથી રાસ-ગરબા રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના પ્રથમ દિવસે રોટેરિયન અને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અંબા માં ની આરાધના કરવામાં આવી હતી. જે બાદ ક્રમશઃ વિવિધ મહાનુભવો જેવાકે વાપી નગરપાલિકા ના પ્રમુખ કાશ્મીરા શાહ,  GIDC વાપીના DM મારું સાહેબ, નોટીફાઈડ એરિયા ઓથોરીટીના CEO સગ...