Talk of the Town… શું ટ્રસ્ટમાં મહત્વના હોદ્દા પર રહેલા ખંડણી ખોરોના પાપે ટ્રસ્ટ દફતરે ચડશે…?
વલસાડ જિલ્લામાં સ્પા સંચાલક પાસે 5 લાખની ડિમાન્ડ કરનારા અને એક તબીબ પાસેથી 1.80 લાખ પડાવનારા ત્રણ કહેવાતા ખંડણી ખોર પત્રકારોના કારણે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. ત્યારે, આ ખંડણીખોરો સામે વધુ ફરિયાદો થશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તો સાથે સાથે જે ટ્રસ્ટમાં તેઓ મહત્વના હોદ્દા પર રહેલા છે તે ટ્રસ્ટને મદદનીશ શ્રી ચેરિટી કમિશનર, વલસાડ દફતરે ચડાવશે કે કેમ તે સવાલ પણ હાલ ઉદ્યોગપતિઓ માં અને રાજકારણીઓમાં ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે.
ચર્ચાની એરણે ચઢેલાં તોડબાજ પત્રકારોનાં કરતુતોએ, જીલ્લાનાં અન્ય પત્રકારોની ઉંઘ હરામ કરી નાખી છે........
વલસાડ જિલ્લા સહિત ગુજરાત ભરમાં તોડબાજીના નામે ચર્ચાની એરણે ચડેલા ખંડણીખોર ત્રિપુટી સામે વાપી ટાઉનમાં 2 અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે. સ્પા સંચાલકના સ્પા પાર્લરમાં કોન્ડોમ મૂકી ખોટા સાક્ષી ઉભા કરી ફસાવી દેવાની ધમકી આપી વાર્ષિક 5 લાખ રૂપિયા પડાવવા નીકળેલી ત્રિપુટ...