
તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ કરવડ દ્વારા 8મી માર્ચે સમુહલગ્નનું આયોજન, 11 કન્યાઓનું કન્યાદાન કરી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપશે
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ ગામ ખાતે તારીખ 28 મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ 8મી માર્ચે 11 દીકરીઓને પ્રભુતામાં પગલાં મંડાવવા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો, રવિવારે 5 માર્ચે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન છે. જેમાં આસપાસની ધર્મપ્રેમી જનતા ને તેમજ દાતાઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
કરવડ ગામે હરિહર ધામ તડકેશ્વર મહાદેવના મંદિર નિર્માણના લાભાર્થે 28મી ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી તડકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર <span;>ઉજ્જવલ મહારાજ ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં રવિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં છે. જ્યારે 8મી માર્ચે સમૂહ લગ્નનું આયોજન છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારની 11 ...