Friday, October 18News That Matters

Tag: Swachhta Hi Seva 51725 people in 384 Gram Panchayats of Valsad District joined the Maha Shramdan Abhiyan

સ્વચ્છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

સ્વચ્છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

Gujarat
વલસાડ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત આજે તા. 1 ઓક્ટોબરના રોજ સવારે એક કલાક માટે જિલ્લાના 384 ગ્રામ પંચાયતોમાં મહાશ્રમદાન કાર્યક્રમમાં યોજાયો. જે અંતર્ગત કુલ 223 પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. જેમાં 51725 લોકો ઉત્સાહભેર જોડાતા વલસાડ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન જન આંદોલન બની ગયું હોય એવુ પ્રતિત થયું હતું. એક દિવસ દરમિયાન ઉપરોક્ત ગ્રામ પંચાયતોમાંથી 783 કિલો કચરાનો નિકાલ કરાયો હતો. વલસાડ તાલુકાના નનકવાડા ગામમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને લોકોને પણ પોતાના આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. વલસાડ તાલુકાની કુલ ૯૫ ગ્રામ પંચાયતોમાં એક કલાકના મહા શ્રમદાનની પ્રવૃત્તિમાં રંગોળી, શાળા, આંગણવાડી અને સરકારી દવાખાના તેમજ જાહેર સ્થળો ઉપર સફાઈ અભિયાનની સાથે સ્વચ્છતાના શપશ અને હેન્ડ વોશ સહિતની કુલ 39 પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં 8857 લોકો મહા શ્રમદાન...