દમણમાં સુરેશ ઉર્ફે સુખા પટેલને ત્યાંથી ED ની ટીમે કરોડો રૂપિયા રોકડા અને કરોડોના દસ્તાવેજો જપ્ત કર્યા
સંઘપ્રદેશ દમણમાં દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલનાં નિવાસ સ્થાને સોમવારનાં રોજ મુંબઈ ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટ્રેડ ( ઈ.ડી.) ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ED ની ટીમે કરોડો રૂપિયા રોકડા અને કરોડોના દસ્તાવેજો જપ્ત કર્યા હોવાની વિગતો સૂત્રો તરફથી મળી છે.
દમણમાં સુખા પટેલના નિવાસસ્થાન સહિત વલસાડ અને દમણમાં તેમના નજીકના સગા સંબંધિઓ અને મિત્ર વર્તુળોમાં ED ની ટીમે દરોડો પાડી સર્ચ ઓપરેશન હાથ મહત્વની સફળતા મેળવી છે. ED ની ટીમે પ્રથમ ભીમપોર સ્થિત સુખા પટેલના નિવાસ સ્થાન, તેમના પેટ્રોલ પંપ, વાઈન શોપ તથા શો-રૂમ પર સોમવારે સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સુખા પટેલના ઘરેથી ઈ.ડી. ની ટીમે 1.30 કરોડની આસપાસ રોકડા રૂપિયા તથા આશરે 100 કરોડથી વધુંના મહત્વના દસ્તાવેજો કબ્જે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સિવાઈ સુખ...