સુરત કમિશ્નરે વાપીના વિકાસના કામોની મુલાકાત લીધી, 14 MLDનો STP પ્લાન્ટ શરૂ દૈનિક 8 MLD પાણી ટ્રીટ થાય છે
વાપીમાં નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ GUDC ના સહકારમાં 20.30 કરોડના ખર્ચે બનાવેલ 14MLD નો STP પ્લાન્ટ શરૂ કરી દીધો છે. જેમાં હાલ દૈનિક 8 MLD પાણી ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એ ઉપરાંત પીવાનું પાણી, સ્ટોર્મ વોટર ડ્રેઇન, લેક બ્યુટીફીકેશન જેવા વિકાસના કામોની પ્રપોઝલ મૂકી હોય સુરત કમિશ્નરે RCM ટીમ સાથે વાપીના વિકાસના કામોની મુલાકાત લઈ પાલિકાના સત્તાધીશો સાથે સમીક્ષા કરી હતી.
વાપી નગરપાલિકાના વિવિધ વિકાસના કામોને જોવા અને નવી પ્રપોઝલની ઝીણવટભરી વિગતો મેળવવા સુરત કમિશ્નર અરવિંદ વિજયન RCMની ટીમ સાથે વાપીની મુલાકાતે આવ્યાં હતાં. RCM ટીમે અહીં વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ તેમજ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે પાંચ જેટલા સ્થળોની મુલાકાત લઈ વિકાસના કામોની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત અંગે કમિશનર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે, વાપી નગરપાલિ...