સેલવાસ કાર્યક્રમમાં આવેલા સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ ખરાબ રસ્તા વિશે કરી ટકોર, કહ્યું, અમારા ડ્રાઇવરે ખાડામાં રસ્તો શોધી અહીં પહોંચાડ્યા…
સેલવાસમાં કાનૂની શિબિરમાં ઉપસ્થિત રહેલા SC ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ ખાડા વાળા રસ્તાઓ અંગે ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સૂરત થી સેલવાસ સુધીમાં રોડ માર્ગે આવતા સમયે તેમના ડ્રાઇવરે ખાડામાંથી રસ્તો શોધી અહીં પહોંચાડ્યા હતાં. તેમણે હળવાશમાં જ ખરાબ રસ્તા વિશે ટકોર કરતા કહ્યું હતું કે, અમે અહીં આવી રહ્યા હતા તો અમારા ડ્રાઇવરને ખાડામાં રસ્તો શોધવો પડતો હતો. આ માટે હું જવાબદાર અધિકારીઓને વિનંતી કરું છું કે સારા રસ્તાનો અધિકાર ભારતના દરેક નાગરિકનો છે. મારે તો કોઈ જ વખત બહાર નીકળવાનું થતું હોય છે. પરંતુ, હજારો લોકો કે જેમાં વિદ્યાર્થીઓ, કામદારો, મજૂરો રોજ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ખરાબ રસ્તાને કારણે કોઈનો જીવ જાય એ સ્વીકાર્ય નથી.દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવ બાર એસોસિએશનના સહયોગથી મહારાષ્ટ્ર અને ગોવાના બાર કાઉન્સિલ સતત કાનૂની શિક્ષણ કાર્યક્રમ અને 75માં સંવિધાન દિવસની ઉ...