વાપીમાં આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઇઝ ભવનમાંથી સુપ્રિટેન્ડન્ટ 20 હજારની લાંચ લેતા ઝડપાયો
વાપીમાં આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઇઝ ભવનના પહેલા માળે, રૂમ નં. 103 ડિવિઝન-11માં ફરજ બજાવતા, વર્ગ-2ના સુપ્રિટેન્ડન્ટ 20 હજારની લાંચ સ્વીકારતા ACB સુરત એકમના હાથે ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે.
વાપીમાં આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઇઝ ભવનના પહેલા માળે, રૂમ નં. 103 ડિવિઝન-11માં ફરજ બજાવતા વર્ગ 2 ના સુપ્રિટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીના અને ઇન્સ્પેકટર, વર્ગ-2, (નોન ગેઝેટડ), ગુરપિન્દર મુખ્તિયાર સિંઘ દ્વારા લેબર કોન્ટ્રાકટર પાસે 20 હજારની લાંચની માંગણી કરી હતી. જે અંગે ACB સુરત એકમના પોલીસ ઇન્સપેકટર એ. કે. ચૌહાણની ટીમેં ગોઠવેલ છટકામાં સુપ્રિટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીનાને લાંચ ની રકમ સ્વીકારતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ ફરીયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના માતૃશ્રી લેબર કોન્ટ્રાકટને લગત પેઢી ધરાવે છે. જે હાલમાં બંધ છ...