
વલસાડ જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારોમાં NDRF વડોદરા ટીમની સફળ બચાવ કામગીરી
સવારે 6 વાગ્યાથી જિલ્લા વહીવટી તંત્રએ સ્થળ પર હાજર રહી નગરપાલિકાની 6 ટીમ અને NDRFની 1 ટીમ સતત સ્થળાંતર અને રેસ્ક્યુ કરી રહી છે. જ્યાં સુધી પરિસ્થિતી પાણી ન ઉતરે ત્યાં સુધી એમને સલામત સ્થળે રાખવામાં આવશે અને ઘરવખરીને થયેલા નુકશાનનો સર્વે કરવા માટે ટીમ પણ મોકલવામાં આવશે.
લીલાપોર ખાતે ઔરંગા નદીમાં રેતી કાઢતા મજૂરો નદીની મધ્યે ફસાતા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઉપરાંત એક વ્યક્તિનું આરોગ્ય કથળતા તેમને પણ સલામત રીતે બહાર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતા. આ બચાવ કામગીરી વેળાએ વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાશ્મીર નગર ખાતે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું
વલસાડ નગરપાલિકા દ્વારા 6 ટીમ બનાવી નગરપાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળ પર સ્થળાંતરની કામગ...