
વાપીમાં વિદ્યાર્થીઓ-વાલીઓએ ઉત્સાહભેર ઉજવ્યો માતૃ-પિતૃ પૂજન દિવસ, વિવિધ શાળાઓમાં કરાઈ ઉજવણી
સંત આશારામ બાપુની પ્રેરણાથી પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુ આશ્રમ, વાપી દ્વારા જ્ઞાનગંગા હાઇસ્કૂલ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ, આર.એન. હાઇસ્કુલ અને ઉપાસના ઈંગ્લીશ મીડિયમ હાઇસ્કુલ ખાતે સવારે માતૃ-પિતૃ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રવક્તા મુકેશભાઈએ જણાવ્યું કે સંત આશારામ બાપુએ સનાતન સંસ્કૃતિની રક્ષા માટે 14 ફેબ્રુઆરીનો દિવસ માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવા માટે આવાહન કર્યું હતું, જે હવે વિશ્વવ્યાપી ઉત્સવ બની ગયો છે, અને દેશ વિદેશમાં સાચા પ્રેમ દિવસની ઉજવણી થઈ રહી છે.
કાર્યક્રમમાં બાળકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમના માતા-પિતાની વિધિવત પૂજા કરી હતી અને તેમનો સ્નેહ પ્રાપ્ત કર્યો હતો.
પ્રવક્તાએ બાળકોને માતા-પિતાના મહિમા વિશે જણાવ્યું અને તેમને સંકલ્પ કરાવ્યો કે તેઓ ભૂલથી પણ તેમના માતા-પિતાનો ક્યારેય અનાદર નહી કરે. તેમનું સન્માન કરવું એ આપણી ફરજ છે. આપણને ઉછેરવામ...