વાપી નોટિફાઇડમાં 150 કરોડના વિવિધ પ્રોજેકટને સાકાર કરવા વર્ષો જુના ટેક્સની કડક વસુલાત
વાપી GIDC માં નોટિફાઇડ દ્વારા રહેણાંક અને ઔદ્યોગિક એકમોના મિલ્કતધારકોને નોટિસ પાઠવી પાણી-વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. નોટિફાઇડ દ્વારા આગામી સમયમાં 150 કરોડથી વધુના વિકાસના કામો હાથ ધરવાના છે. જે માટે આ વર્ષોજુના ટેક્સની વસૂલાત માટે કડક ઉઘરાણી હાથ ધરી છે.
વાપી GIDC માં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વર્ષો જુની વિવિધ ટેક્સ પેટેની રકમ વસૂલવા કડક કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં મિલ્કતધારકો ને નોટિસ પાઠવી પાણી કનેક્શન કાપવા સહિત વીજ કનેક્શનને પણ કાપવાની કામગીરી હાથ ધરતા કેટલાક મિલકત ધારકોએ ટેક્સની રકમ જમા કરી દીધી છે. જેનાથી નોટિફાઇડની તિજોરીમાં આવક વધી છે. અને આવનારા દિવસોમાં અંદાજિત 150 કરોડથી વધુના વિકાસના કામોનું આયોજન શક્ય બન્યું છે.
વાપી નોટિફાઇડ દ્વારા હાલ ડ્રેનેજ પેટે લેવાતો ટેક્સ ભરવામાં મિલ્કતધ...