વલસાડ જિલ્લાના ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે :- નાણાપ્રધાન કનું દેસાઈ
વલસાડ જિલ્લાના મોટી દાંતી ગામ ખાતે દરિયા કિનારાની અને જિલ્લાના અન્ય કાંઠા વિસ્તારમાંથી ખનીજ ચોરતા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપી નાણાપ્રધાન કનું દેસાઈએ ખનીજ માફિયાઓને ગર્ભિત ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવાની માંગ સાથે મોટી સખ્યામાં દાંતી ગામના લોકોએ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા સાથે કલેકટર કચેરી પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેના કાંઠા વિસ્તારના ગામોમાં મોટાપાયે રેતી સહિત ખનીજ ચોરી ફૂલીફાલી છે. આવા ખનીજ માફિયાઓને કારણે દરિયો આગળ વધી રહ્યો હોય કાંઠાના ગામલોકોએ દરિયાનું પાણી ગામમાં પ્રવેશતા સ્થળાંતરની નોબત આવી છે. રેતી માફિયાઓએ દરિયાની રેતી ઉલેચી ગામને નામશેષ થવાના આરે પહોંચાડી દીધું છે. ત્યારે આ મામલે ગામલોકોએ સૌપ્રથમ રાજ્યના નાણાપ્રધાન કન...