
ચાલતી ટ્રેનના કોચમાં જુગાર રમતા સુરત-વાપીના 7 જુગારીયાઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: રોકડા અને મોબાઈલ મળી રૂપિયા 48,650નો મુદામાલ જપ્ત
સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા શનિવારે ટ્રેન નંબર: 20954 MGR ચેન્નઈ એક્સપ્રેસના સ્પેશિયલ એબલ્ડ પીપલ કોચમાં દરોડો પાડી ચાલતી ટ્રેનમાં જુગાર રમતા સુરત-વાપીના 7 જુગારિયાઓની ધરપકડ કરી હતી. દરોડા દરમ્યાન પકડાયેલ જુગારીયાઓને વાપી રેલ્વે સ્ટેશન પર ઉતારી ગેમ્બલિંગ એક્ટ-12 (રનિંગ ટ્રેન ગેમ્બલિંગ રેઇડ)ના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વેસ્ટર્ન રેલવેની ટ્રેનમાં જુગાર રમતા જુગારીયાઓ પાસેથી SMC ની ટીમે ₹ 27,650/- રોકડા તેમજ 20,500ની કિંમતના 5 મોબાઈલ મળી કુલ 48,650નો મુદામાલ જપ્ત કર્યો છે.
જુગારીયાઓ માં ફફડાટ ફેલાવતા આ દરોડા અંગે મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ વેસ્ટર્ન રેલવે ડિવિઝન હેઠળ ચાલતી ટ્રેનમાં કોઈ ગેરપ્રવૃત્તિ કે ગેર વર્તન કરતું નથી તે અંગે ચેકીંગમાં હતી. તે દરમ્યાન SMC ના PI સી. એચ. પનારા અને તેમની ટીમેં બાતમી આધારે ટ્રેન નંબર 20954 MGR ચેન્નઈ એક્સપ્રેસ, સ્પેશિયલ એબલ્ડ પીપલ કોચમાં દરો...