વાપીની જનસેવા હોસ્પિટલ ખાતે નિરાલી કેન્સર હોસ્પિટલના સહયોગમાં કેન્સર OPD અને કેન્સર કેમ્પનો રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે શુભારંભ
નવસારીની જાણીતી ટ્રસ્ટ સંચાલિત નિરાલી કેન્સર હોસ્પિટલ દ્વારા વાપીની જાણીતી ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલ ખાતે કેન્સર OPD અને કેન્સર કેમ્પનો શુભારંભ કર્યો છે. જેનું નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં અહીં કેન્સર સર્જરી પણ કરવામાં આવે તેવી નેમ ટ્રસ્ટની છે. વાપીમાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલમાં 16મી એપ્રિલથી કેન્સર OPD નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્સર OPD સાથે નિઃશુલ્ક કેન્સર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર મહિને પહેલા અને ત્રીજા શનિવારે નવસારીની નિરાલી કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા કેન્સર અંગે લોકોનું નિદાન કરી કેન્સર જાગૃતિ ફેલાવશે.
વાપીમાં 90ના દશકાથી કાર્યરત ટ્રસ્ટ સંચાલિત જનસેવા હોસ્પિટલ વાપીના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ હોસ્પિટલ છે. કોરોના કાળમાં મહત્વની સેવા પ્રદાન ક...