Friday, October 18News That Matters

Tag: ‘Sonal Bija’ was celebrated in Valsad with blood donation procession aarti prize distribution honours ras garba bhajan mahaprasad

રક્તદાન, શોભાયાત્રા, આરતી, ઇનામ વિતરણ, સન્માન, રાસ ગરબા, ભજન, મહાપ્રસાદના આયોજન સાથે વલસાડમાં ‘સોનલ બીજ’ની કરાઈ ઉજવણી

રક્તદાન, શોભાયાત્રા, આરતી, ઇનામ વિતરણ, સન્માન, રાસ ગરબા, ભજન, મહાપ્રસાદના આયોજન સાથે વલસાડમાં ‘સોનલ બીજ’ની કરાઈ ઉજવણી

Gujarat, Most Popular, National
રવિવારે 25મી ડિસેમ્બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વલસાડમાં શ્રી ઓધવરામ પાર્ટી પ્લોટ ખાતે સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ આઈ સોનલ માં ની શોભાયાત્રાનું આયોજન તે બાદ આરતી, ઇનામ વિતરણ, સન્માન સમારંભ, રાસ ગરબા, મહાપ્રસાદ અને મહારક્તદાન કેમ્પ, ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સોનલ બીજની ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.  રવિવારે 25મી ડિસેમ્બરે આઈ સોનલ માં નો 98મો પ્રાગટય દિન હતો. આ દિવસને ચારણ-ગઢવી સમાજ સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અનુસંધાને આજના દિવસે વિવિધ સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ, નવસારી જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વસતા ચારણ-ગઢવી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તમામે આઈ સોનલ માં ની ભક્તિભાવ પૂર્વક આરતી કરી માતાજીની કૃપાદ્રષ્ટિ હંમેશા વરસતી રહે તેવા આશ...