
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, વાપી ખાતે બી.એન.બી. ખેલોત્સવ 2025 ની ભવ્ય ઉજવણી
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ કેમ્પસમાં તારીખ: 01/03/2025 શનિવારના રોજ બી.એન.બી. ખેલોત્સવ 2025 યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો શુભારંભ પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામસ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, પૂજ્ય માધવ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટી શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, અન્ય ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્પસ એડમિન ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, દરેક વિભાગના આચાર્યશ્રીઓ જેમાં શ્રીમતી મિનલ દેસાઈ, શ્રીમતી રીના દેસાઈ, શ્રીમતી દક્ષા પટેલ, શ્રીમતી નિતુ સીંગ અને શ્રી ચંન્દ્રવદન પટેલ, દરેક વિભાગના ફીઝીકલ ઇન્સ્ટ્રકટર જેમાં મુખ્ય કો ઓર્ડીનેટર શ્રી ...