
શ્રી ભાગવત સેવા સમિતિ દ્વારા વાપીના ચલામાં 21મી જાન્યુઆરીથી શ્રીમદભાગવત સપ્તાહનું આયોજન
આગામી 21મી જાન્યુઆરીથી વાપીના ચલા વિસ્તારમાં આવેલ સૂર્યવંશી મેગા સ્ટોરની સામે સન ગ્રાઉન્ડમાં શ્રીમદભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ભાગવત સેવા સમિતિ વાપી દ્વારા આયોજિત આ શ્રીમદભાગવત કથાનું વિજય શાસ્ત્રીજી મહારાજ રસપાન કરાવવાના છે. 21મી જાન્યુઆરી 2024 થી 27 મી જાન્યુઆરી 2024 સુધી ચાલનારી કથાનો પ્રારંભ પોથીયાત્રા થી થશે. જેમાં વાપી અને આસપાસના ગણમાન્ય અતિથિઓને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રીમદભાગવત સપ્તાહ અંગે વક્તા વિજય શાસ્ત્રીજી અને આયોજક કમિટી સાથે સંકળાયેલ ચણોદ ગામના માજી સરપંચ પ્રવીણ પટેલ, નગરપાલિકાના નગરસેવક મંગેશ પટેલ સહિતના સભ્યોએ જણાવ્યું હતું કે, દિપક પટેલ અને શ્રદ્ધા હોસ્પિટલના ડૉ. વિનય પટેલ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માની અસીમ કૃપાથી વાપી ચલાના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ ગંગા પ્રભાવિત થવા જઈ રહી છે. તો ભગવાનના દિવ્ય ચરિત્રો નું રસપા...