
અધિક શ્રાવણ માસનો લાભ ઉઠાવવા વલસાડ જિલ્લા સહિત દમણ-સેલવાસ અને મહારાષ્ટ્રમાં ફરી જામશે શ્રાવણીયા જુગારની ક્લબ…?
પીને વાલોં કો પીને કા બહાના ચાહીયે...તેમ શ્રાવણ માસમાં જુગારીયાઓને જુગાર રમવાડવા માટે દમણ અને વલસાડ જિલ્લામાં વાપીના ઉદ્યોગોમાં, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસમાં, વાપીના પોશ ગણાતા એરિયાની હાઇફાઈ સોસાયટીઓમાં, સંજાણ-ઉમરગામમાં તેમજ દમણ, સેલવાસ, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરી, ઝાઈ, દહાણું, થાણેમાં જુગારની ક્લબ ધમધમતી થઈ જાય છે. ત્યારે આ વખતે અધિક શ્રાવણ પણ હોય જુગારિયાઓ માટે જુગાર ધામમાં વિશેષ સગવડ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
શ્રાવણ આવે કે લોકો જુગાર રમવાનું શરુ કરી દે છે. એમાં પણ આ વર્ષે અધિક શ્રાવણ હોય, કેટલાક નસેડીઓએ અને જુગારીયાઓએ જુગારની ક્લબ જ ખોલી મોટાપાયે જુગાર રમાંડવાનો ધંધો શરૂ કરવાની તૈયારીઓ આદરી દીધી છે. શ્રાવણ માસ શરૂ થતાં જ દમણમાં અને સંજાણમાં જુગારની ક્લબ શરૂ થઈ જતી હોય છે. જેમાં આ વર્ષે દમણમાં ડાભેલ, દેવકા, પાતલીયામાં અનેક હોટેલો એ ...