
વાપી GIDC માં NATIONAL SAFETY WEEKની ઉજવણી માટે શું આ કંપનીઓએ જ ઠેકો લીધો છે? Galva Decoparts અને My Rangoli જેવી કેટલીક કંપનીઓ શું સેફટીને પણ બાપની ધોરાજી સમજે છે?
હાલ સમગ્ર દેશમાં 54th National Safety Week ઉજવવામાં આવી રહ્યું છે. દર વર્ષે 4 માર્ચ થી 10 માર્ચ સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં સલામતીના મહત્વને મજબૂત કરવાનો અને અકસ્માત જેવી ઘટનાઓ નિવારવા તેમજ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
હાલ વાપી GIDC માં પણ મોટાભાગની કંપનીઓ આ દિવસને ધ્યાને રાખી કંપનીના મુખ્ય ગેટ પર સેફટી વિકનું બેનર લગાવી દરેક કર્મચારીઓને સેફટીના સ્ટીકર્સ આપી સલામતી પ્રત્યે જાગૃત કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. સામાન્ય રીતે 500 રૂપિયાનું બેનર અને 1000 રૂપિયા સ્ટીકર્સ પાછળ થતો ખર્ચ પણ કેટલીક કંપનીઓ કરતી નથી. ત્યારે, આવી કંપનીઓ સેફટી બાબતે કેટલી જાગૃત હશે તે સવાલ છે.
વાપીમાં Galva Decoparts Pvt. Ltd. અને My Rangoli Fibre Reinforced Pvt. Ltd. જેવી ઘણી કંપનીઓ છે. જેના ગેટ પર 500 રૂપિયાનું એક સેફટી વિકનું બેનર પણ લગાવવામાં આવ્યું નથી. CSR ફ...