Friday, January 31News That Matters

Tag: Shoreline Clean-up Mock Drill Hazardous Oil Clean-up and People Evacuation Scenarios Held at Kolak Beach in Valsad from Moti Daman

મોટી દમણ થી વલસાડના કોલક દરિયા કિનારે યોજાઈ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ, હેઝાર્ડસ ઓઈલની સાફસફાઈ અને લોકોના સ્થળાંતરનો સિનારિયો ઊભો કરવામાં આવ્યો

મોટી દમણ થી વલસાડના કોલક દરિયા કિનારે યોજાઈ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ, હેઝાર્ડસ ઓઈલની સાફસફાઈ અને લોકોના સ્થળાંતરનો સિનારિયો ઊભો કરવામાં આવ્યો

Gujarat, National
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) અને યુનિયન ટેરેટરી ઓફ દમણ, દીવ અને દાદરાનગર હવેલીને લાગુ મોટી દમણ અને ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામના દરિયા કિનારા ખાતે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન અપ મોકડ્રીલ યોજાઇ હતી.  મોકડ્રીલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો અને લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અને તેમની મુખ્ય ક્ષમતાને ઓળખવા, રાસાયણિક ઘટના માટે અસરકારક અને સંકલિત પ્રતિસાદ માટે સંસાધનો એકત્રિત કરવાનો હતો. વલસાડના દરિય કિનારે મોકડ્રીલના ઈન્સીડન્ટ કમાન્ડર અને પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલની અધ્યક્ષતામાં દરિયાની અંદર શીપમાંથી ઢોળાયેલા ક્રુડ ઓઈલને કારણે દરિયાકિનારેના ગામના લોકો, મેંગ્રુવ્સના વૃક્ષો અને જીવસૃષ્ટિને થતા નુકશાનથી કેવી રીતે બચી શકાય તે અંતર્ગત મોક એક્સરસાઈઝ કરવામાં આવી હતી. મોટી દમણમાં DDDMAની ટીમ સાથે ડેપ્યુટી કલેક્ટર આરતી અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મોકડ્રીલના ...