Friday, January 31News That Matters

Tag: Sewer owned by Chhiri Panchayat vapi jammed and leaked due to waste Laliyawadi in pre-monsoon operation

છીરી પંચાયત હસ્તકની ગટર નકામા કચરાથી જામ અને લીક, પ્રિ-મોન્સૂન કામગીરીમાં લાલીયાવાડી

છીરી પંચાયત હસ્તકની ગટર નકામા કચરાથી જામ અને લીક, પ્રિ-મોન્સૂન કામગીરીમાં લાલીયાવાડી

Gujarat, National
વલસાડ જિલ્લાની સૌથી વધુ રેવન્યુ આપતી છીરી ગ્રામ પંચાયતમાં પ્રિ-મોન્સૂનની કામગીરીમાં પંચાયતે વેઠ ઉતારી હોય તેવી તસવીરો સામે આવી છે. GIDC વાપીના વિસ્તારને લગોલગ આવેલ છીરી ગામ માં પંચાયતે મોટા ઉપાડે ગટર, સ્ટ્રોમ વોટર ડ્રેઈનના કામ તો કરી બતાવ્યા છે. પરંતુ તેની સફાઈમાં જાણે બેદરકારી દાખવી હોય તેવી આ તસવીરો છે. તો, તસવીરો સાથે GIDC માં આવેલ કંપનીઓ પણ તેમની સોશ્યલ રિસ્પોન્સિબિલિટીમાં લગોલગ આવેલ છીરી ગ્રામપંચાયતના ગ્રામજનોની સ્વાસ્થ્યની જવાબદારી નિભાવવામાં ચૂક રહી હોવાનું જણાય રહ્યું છે. એક તરફ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. બીપરજોય વાવાઝોડાને લઈ હાલ વરસાદી અમીછાંટણા વરસી રહ્યા છે. જે આગામી દિવસોમાં ધોધમાર સ્વરૂપે વરસશે. ત્યારે વરસાદી પાણીનો કોઈ સ્થળે ભરાવો ના થાય તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રિ-મોન્સૂન માટે વિશેષ ભંડોળ ફાળવી સ્ટ્રોમ વૉટર ડ્રેઇનની અને અન્ય ગટરની સાફ સફાઈ હાથ ધરતી હોય છે...