Thursday, December 26News That Matters

Tag: Saurashtra Leuva Patel Samaj’s state-of-the-art building was inaugurated by the Finance Minister in Vapi Blood Donation Camp Lokdayaro was organized on the occasion

વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના અત્યાધુનિક ભવનનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ, આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ, લોકડાયરાનું કરાયું આયોજન

વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના અત્યાધુનિક ભવનનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ, આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ, લોકડાયરાનું કરાયું આયોજન

Gujarat, National
વાપીમાં રવિવારે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજની અદ્યતન સમાજ વાડીનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહા રક્તદાન કેમ્પ, ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ અંગે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના સેક્રેટરી ભવલેશ કોટડીયાએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટમાં નાનુભાઈ બાંભરોલીયા છેલ્લા 18 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. તેની સાથે તેઓ પણ છેલ્લા 18 વર્ષથી સેક્રેટરી તરીકેની સેવા આપી રહ્યા છે. જેઓની એક નેમ હતી કે વાપીમાં એક અધ્યતન સુવિધાવાળું ભવન બનાવવામાં આવે. જે સમાજના દાતાઓનો સહયોગ મળતા આ ઉદ્દેશ્ય આજે પરિપૂર્ણ થયું છે.આ સમાજવાડી ફુલ્લી એર કન્ડિશન છે. વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે. તેમજ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોએ ઉપયોગમાં લઈ શ...