Friday, January 31News That Matters

Tag: Sarigam GIDC companies waste bore water villagers express anger by placing cans of polluted water on GPCB official’s table

સરીગામ GIDC ની કંપનીઓએ બગાડ્યું બોરનું પાણી, ગામલોકોએ પ્રદુષિત પાણીના કેન GPCB અધિકારીના ટેબલ પર મૂકી રોષ વ્યક્ત કર્યો

સરીગામ GIDC ની કંપનીઓએ બગાડ્યું બોરનું પાણી, ગામલોકોએ પ્રદુષિત પાણીના કેન GPCB અધિકારીના ટેબલ પર મૂકી રોષ વ્યક્ત કર્યો

Gujarat, National
વલસાડના સરીગામ GIDC નજીક કરજગામનાં બોરના પાણી લાલ કલરના નીકળતા હોય! એ માટે ઉદ્યોગો જવાબદાર હોય ઉદ્યોગોના કેમિકલ યુક્ત પાણીએ જળ, જમીન,પર્યાવરણને સંપૂર્ણ પણે નષ્ટ થવાના આરે પહોંચાડી દેતા આ અંગે ગામલોકોએ જીપીસીબી ના અધિકારી પાસે પહોંચ્યા હતાં. ગામલોકોએ પ્રદુષિત પાણી ના કેન અધિકારીના ટેબલ પર મૂકી આ પ્રદૂષિત પાણી અંગે જવાબદાર કંપની કઈ સામે કાર્યવાહી કરવા રોષ વ્યકત કર્યો હતો. સરીગામ જીઆઈડીસી નજીક કરજગામનાં બોરીંગમાં લાલ કલરનું પાણી નીકળતા ગામનાં બોરિંગ ખરાબ થઇ ગયા હોવાની બૂમરેંગ ઉઠતા બોરિંગમાંથી નીકળતા લાલકલારનું પાણી પીવા સ્થાનીક મજબુર બન્યા.જે માનવજીવન અને આરોગ્ય માટે ખતરા રૂપ ઘટના બની છે. છેલ્લા બે માસથી બોરના પાણી સતત પ્રદુષિત કલરયુક્ત થતાં કરજગાંમનાં પૂર્વ સરપંચ કમલેશ ધોડી,અગ્રણી વિપુલ ભાઈ દ્વારા જીપીસીબીને ઉપરોક્ત ઘટના અંગે લેખીત ફરીયાદ કરી હતી. ત્યારબાદ સરીગામ જીપીસીબીના અઘિકારીઓ સ્થળ ...