Friday, October 18News That Matters

Tag: Sandhya Supreet

વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ, ઉમરગામ, મોરાઈ, પારડી GIDCમાં 44 ઔદ્યોગિક એકમોનું રજિસ્ટ્રેશન. મેરિલ, સંધ્યા, સુપ્રીતના ઉત્પાદન પ્લાન્ટનો પણ સમાવેશ

વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ, ઉમરગામ, મોરાઈ, પારડી GIDCમાં 44 ઔદ્યોગિક એકમોનું રજિસ્ટ્રેશન. મેરિલ, સંધ્યા, સુપ્રીતના ઉત્પાદન પ્લાન્ટનો પણ સમાવેશ

Gujarat, National
વલસાડ જિલ્લો ઔદ્યોગિક જિલ્લા તરીકે જાણીતો છે. જિલ્લામાં એશિયાની સૌથી મોટી GIDC ગણાતી વાપી GIDC સહિત 6 જેટલી GIDC આવેલી છે. જેમાં નાનામોટા મળી 10 હજારથી વધુ વિવિધ ઉત્પાદનોના એકમો કાર્યરત છે. તો વર્ષ 2023-24માં નોંધાયેલ વધુ 44 જેટલા એકમો ચાલુ વર્ષ દરમ્યાન વધુ ઉત્પાદન માટે કાર્યરત થવાના છે. અથવા તો થઈ ચૂક્યા છે. કેટલાક યુનિટ તેમનું એક્સપાંશન કરી રહ્યા છે. તો, કેટલાક નવા યુનિટ શરૂ થઈ રહ્યા છે. તમામ એકમો પર્યાવરણની ગાઈડલાઈન સાથે કાર્યરત થશે જેમાં અંદાજિત 10,000 થી વધુ કામદારોને રોજગારી મળશે. ગુજરાત પોલ્યુશન કેન્ટ્રોલ બોર્ડ (GPCB) ની site પરથી મળતી વિગતો મુજબ નવા રજીસ્ટર થયેલ કુલ 44 જેટલા એકમો છે. વર્ષ 2024ની 1 જાન્યુઆરી થી 22 માર્ચ 2024 સુધીમાં આ તમામ એકમોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કાર્યરત થનારા કે થઈ ચૂકેલા આ એકમોમાં પેપર, ઓર્ગેનિક કેમિકલ, પેઇન્ટ્સ, સાબુ, ફર્નિચર, પ્ર...