
સલવાવ શ્રીમતી BNBS ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિદ્ધિ, બે વિદ્યાર્થીની સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ ટેનમાં પ્રથમ અને દ્રિતીય સ્થાને
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મે-2023 માં લેવાયેલી ત્રીજા વર્ષ બી. ફાર્મસીના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ: 13/09/2023 બુધવાર ના રોજ જાહેર થયેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે.
આ જાહેર થયેલા પરિણામમાં ચાર વિદ્યાર્થીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં અને ચાર વિદ્યાર્થીઓ ઇન્સ્ટીટયુટ કોલેજ વાઈઝ પરિણામમાં વધુ એસ.પી.આઈ. પ્રાપ્ત કર્યા છે. તથા 63 વિદ્યાર્થીઓએ 8.00 થી વધુ એસ.પી.આઈ. મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. જેમાં એસ.પી.આઈ. વાઈઝ પરિણામ જોતા ભોજાણી સોફીયા 10.00 માંથી 10.00 એસ.પી.આઈ સાથે સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે અને તિવારી શિલ્પા સુભાષચંદ્ર એ પણ 10.00 માંથી 10.00 એસ.પી.આઈ સાથે ...