કોરોના કાળમાં મંદીની બૂમ માલેતુજારોએ પોતાની તિજોરી ભરવા વહેતી મૂકી છે.
વાપી : કોરોના કાળમાં વાપી નગરપાલિકા વિસ્તારમાં નાણાકીય વર્ષ 2019 થી ઓગસ્ટ 2021 દરમ્યાન 4392 મિલકતોની આકારણી થઈ છે. જ્યારે વાપી GIDC વિસ્તારમાં એપ્રિલ 2018થી ઓગસ્ટ 2021 સુધીમાં 920 અરજીઓ મંજૂર થઈ છે. નગરપાલિકામાં કોરોનાકાળના વર્ષ 2020-21માં પાલિકાએ 97.52 ટકા સુધીનો મિલકત વેરો વસુલ્યોછે. વર્ષ 2021-22 માં ઓગસ્ટ સુધીમાં 56 ટકા વસુલાત થઈ છે. વાપી GIDCએ 20.41 કરોડ જેવી રકમ ફી પેટે મેળવી છે. ત્યારે, મંદીની બૂમ હકીકતથી વિપરીત છે. જે કદાચ દરેક સેક્ટરના માલેતુજારોએ પોતાની તિજોરી ભરવા વહેતી મૂકી છે.
વલસાડ જિલ્લામાં વાપી તાલુકો ઔદ્યોગિક વસાહત તરીકે જાણીતો છે. 22.44 ચોરસ કિલોમીટરમાં પથરાયેલ વાપી નગરપાલિકા 14 વોર્ડમાં વહેંચાયેલી "અ" વર્ગની નગરપાલિકા છે. વાપી GIDC-નોટિફાઇડ વિસ્તાર 1117 હેકટરમાં ફેલાયેલો છે. ત્યારે, હાલ દેશ અને વિશ્વમાં 2 વર્ષથી કોરોના હાહાકાર મચાવી રહ્યો હોવા ...