
વાપીમાં ખાનગી યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ ઉપાડવા રોટરી દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન
વાપીમાં દર વર્ષે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવ દ્વારા મળનારી તમામ રકમ રોટરી ક્લબ દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવે છે. જોકે આ વખતે રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા વાપીની ખાનગી યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ ઉપાડવા માટે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વાપીમાં વાપીમાં રોફેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રોટરી થનગનાટ નવરાત્રી મહોત્સવમાં ઉભી કરેલી વ્યવસ્થા અંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રેસિડેન્ટ કૃષિત શાહ, ક્લબના ચેરમેન ભરતભાઈ, પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રકાશ ભદ્રા સહિતના મહાનુભાવોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો પૂરી પાડી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં અનેક સ્થળો પ્રિ-નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના બનાવ બન્યા હોય નવ યુવાનોના મોત નીપજ્યા છે. જે બાદ સરકારના આદેશ મુજબ દરેક મોટા નવરાત્રી મહોત્સવમાં તબ...