
રોફેલ કોલેજ ઓફ ફાર્મસી, વાપી દ્વારા યુનિવર્સિટી કક્ષાએ નામના મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી વાર્ષિક ઉત્સવ ‘પ્રશસ્તિ-2023’ની ઉજવણી કરવામાં આવી
વાપીમાં આવેલ રોફેલ શ્રી. જી. એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસીના, વિધાર્થીઓને આગળ વધવાની પ્રેરણા માટે પ્રશસ્તિ –2023ની થીમ હેઠળ એન્યુઅલ ડે સેલિબ્રેશન યોજાયું હતું. જેમાં GTU સહિત યુનિવર્સિટી લેવલે ટોપ રેન્ક પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કરનાર 60 જેટલા વિદ્યાર્થીઓનું શાળાના ટ્રસ્ટી, મહાનુભાવોના હસ્તે એવોર્ડ, સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતાં.
21મી એપ્રિલે વી.આઈ.એ હોલમાં રોફેલ શ્રી. જી. એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસીનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. પ્રશસ્તિ –2023ની થીમ હેઠળ આયોજિત આ વર્ષીકોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે બાયર કંપનીના ડાયરેકટર અને સાઈટ મેનેજર નરેન્દ્ર શાહ, બાપુજી તરીકે ઓળખાતા પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા ઉપસ્થિત રહયા હતા. જેઓના હસ્તે પ્રશસ્તિ –2023 કાર્યક્રમમાં જે વિધાર્થીઓએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) માં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. GTU ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ, તથા...