વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ધરમપુર-કપરાડા તાલુકાના ગામોને જોડતા રસ્તા બંધ થયા
વલસાડ જિલ્લામાં ફરી એકવાર બે દિવસથી મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. જેને લઈને વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર તેમજ વલસાડ તાલુકાના મળીને 22 પંચાયતના 22 રસ્તાઓ પરના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે ઓવર ટોપિંગ થતા વહીવટી તંત્રએ આ રસ્તા પર લોકોને અવરજવર નહિ કરવા સૂચના આપી છે. તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે અન્ય રસ્તાઓ પર અવરજવર કરવા સુચન કર્યું છે.
ચોમાસા દરમિયા વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાહન વ્યવહાર માટે 22 જેટલા રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. બંધ થયેલા રસ્તાઓ અંગે વિગતો જોઈએ તો કપરાડા તાલુકાના ગિરનારા નીલુંગી રોડ, વારોલી જંગલ, હૈંદલબારી, દહીખેડ, કરચોંડ, બુરવડ રોડ પીપરોણી નિશાળ ફળિયા થી બરમ બેડા રોડ, ધાણવેરી અસલકાટી સુલીયા રોડ, અંભેટી ખરેડા ફળિયા રોડ, દહીંખેડ બુરવડ રોડ, ટૂકવાડા મુખ્ય રસ્તાથી ધારણમાળ ગામ ને જોડતો રોડ, તેરી ચીખલી પાટીલ ફળિયા રોડ, ઓજાર વિલેજ રોડ, જીરવલ ...