
માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ-2023 :-હાઇવેના સર્વિસ રોડ પર વાહનો પાર્ક કરતા, કરાવતા ગેરેજવાળા, શોરૂમ સંચાલકો સામે કાર્યવાહી જરૂરી
બગવાડા ટોલ પ્લાઝા ખાતે લાયન્સ ક્લબ ઓફ પારડી પાર્લ, અનું આઈ હોસ્પિટલ કિલ્લા પારડી, હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કિલ્લા પાર્ટી, રિદ્ધિ સિદ્ધિ એસોસિયેટ, બગવાડા ટોલ પ્લાઝા સહિતની સંસ્થાઓ ના સહયોગમાં આયોજિત માર્ગ સલામતી સપ્તાહ 2023 કાર્યક્રમમાં ડીવાયએસપી એ. કે. વર્મા, લાયન્સના મુકેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમમાં ટ્રાફિક જાગૃતિ અંગે DYSP એ ઉપસ્થિત વાહનચાલકોને માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે સંસ્થાઓ દ્વારા ટ્રક ડ્રાઈવરો માટે આઈ ચેકઅપ, ટ્રાફિક પોલીસ જવાનો માટે સેફટી જેકેટ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા સલામતી સપ્તાહ 2023 ની ઉજવણી હેઠળ પુરજોશમાં દંડની કાર્યવાહી ચાલી રહી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગેના કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ વાપી નેશનલ હાઇવે નંબર 48...