
વાપી તથા દમણ વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગ કરનાર રીઢા આરોપીને 1.25 લાખ ના મુદ્દામાલ સાથે GIDC પોલીસે ઝડપી પાડ્યો
વાપી GIDC પોલીસે વિનીત કામેશ્વર પાન્ડે નામના રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલ મોબાઈલ સ્નેચર પાસેથી પોલીસે 11 જેટલા ચોરીના મોબાઈલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ માં આ રીઢા આરોપીએ દમણ અને વાપીમાં જાહેર માર્ગ પર મોબાઈલ ફોન પર વાતચીત કરતાં લોકોના મોબાઈલ છીનવી ભાગી જતો હોવાની કેફિયત રજૂ કરી છે.
આ અંગે વાપી GIDC પોલીસ તરફથી આપેલી વિગત મુજબ પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે વાપી વિભાગ નાઓએ પો.ઇન્સ. વી.જી.ભરવાડ વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે. નાઓને પો.સ્ટે વિસ્તારના મિલ્કત સંબધી ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપ્યું હતું.
જે અન્વયે અ.હે.કો. વિપુલભાઇ વલ્લભાઇ તથા બીજા પોલીસ માણસો પો.સ્ટે. હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. તે દરમ્યાન બાતમી આધારે વાપી જી.આઇ.ડી.સી ખોડીયાર હોટેલ પાસે બે ઇસમોને કોર...