વાપીમાં Richter Themis, GTBL કંપની આસપાસ માથું ફાડી નાખતી દુર્ગંધ સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી?
વાપી GIDC માં હાઇવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ તરફના રૂટ પર Gujarat Themis Biosyn Limited (GTBL) નામની કંપની આવેલી છે. અહીં જ સામેની સાઈડમાં UPL કંપની આવેલી છે. અહીંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ, આસપાસના વિસ્તારમાં રહેતા લોકો, તેમજ અન્ય કંપનીઓમાં કામ કરતા કામદારો, સંચાલકો માટે છેલ્લા ઘણા સમયથી માથું ફાડી નાખતી દુર્ગન્ધ માથાનો દુઃખાવો બની છે.
UPL બ્રિજ તરીકે જાણીતા આ બ્રિજ આસપાસ આ અસહ્ય દુર્ગન્ધ છેલ્લા ઘણા સમયથી લોકો વેઠી રહ્યાં છે. તેમ છતાં તે અંગે કોઈ જ સંશોધન કરી દુર્ગંધ ફેલાવતી કંપની સામે કોઈ જ એજન્સી કે NGO (વાપી GIDC અને CETP ને છાશવારે બદનામ કરતી) સંસ્થા તરફથી કોઈ કાર્યવાહી-પગલાં લેવામાં આવ્યા નથી.
Gujarat Themis Biosyn Limited (GTBL) ને1981માં GICC લિમિટેડ અને Chemosyn (P) લિમિટેડ સાથે સંયુક્ત ક્ષેત્રની કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. તેણે ઓગસ્ટ 1...