
વાપીમાં રાજસ્થાન ભવન ખાતે અદ્યતન મશીનરીથી સજ્જ મોબાઈલ કેન્સર બસમાં નિઃશુલ્ક કેન્સર નિદાનનો વાપીવાસીઓએ લાભ લીધો
વાપીમાં કાર્યરત રાજસ્થાન પ્રગતિ મંડળ અને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન ભવન ખાતે આયોજિત આ 2 દિવસીય કેમ્પમાં 200થી વધુ લોકોએ કેન્સર અંગે નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતું. આ કેન્સર નિદાનની તમામ સુવિધા અખિલ ભારતીય મારવાડી મંચ સંચાલિત અદ્યતન મશીનરીથી સજ્જ મોબાઈલ બસમાં કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનના જોધપુરથી વાપીમાં આવેલી કેન્સર નિદાનની મશીનરીથી સજ્જ બસમાં વાપીના લોકોએ પોતાને કેન્સર છે કે નહીં તેનું નિદાન કરાવ્યું હતું. 2 દિવસીય કેમ્પમાં અંદાજિત 200 જેટલા લોકોએ આ નિદાન કરાવ્યું હતું. આ અનોખા પ્રયોગ અંગે અખિલ ભારતીય મારવાડી યુવા મંચના કન્વિનર વિવેક જૈને જણાવ્યું હતું કે, લોકોમાં કેન્સર અંગે જાગૃતિ આવે, કેન્સરનું વહેલી તકે નિદાન કરાવી સારવાર કરાવી શકે. આ નિદાન માટે તેઓએ હોસ્પિટલ સુધી જવાને બદલે હોસ્પિટલ જ તેમના દ્વારે આવે તેવા આશયથી ...