વાપી નગરપાલિકાના સૂર્યવંશી તો જબરા નીકળ્યા……
વાપી નગરપાલિકાની બાંધકામ શાખાની ટીમ ફરી એકવાર સ્થાનિક મિલકતધારકો સામે ભેખડે ભેરવાય ગઈ હતી. આ ઘટનામાં પણ સૂર્યવંશી જ કેન્દ્ર સ્થાને રહ્યા હતા. જેણે માત્ર સરકારના આદેશનું પાલન કરવા મિલ્કતધારકો સામે પોતાની અધિકારીગીરી નો રૌફ બતાવ્યો હતો. નવાઈની વાત તો એ છે કે, નગરપાલિકાના અધિકારીઓને શનિવારે જ કેમ મિલકત સબંધિત કામગીરી કરવાનું સૂઝે છે. બાકીના દિવસોમાં કેમ કોઈ મિલ્કતધારકો સાથે ઉગ્ર બોલાચાલી કે બબાલ થતી નથી. નગરપાલિકાના અધિકારીઓ, પ્રમુખ આ બાબતે જરા વિચારવિમર્સ કરે.
શનિવારે વાપી નગરપાલિકાના નૂતન નગર, જુના ફાટક થી જકાત નાકા માર્ગ પર આવેલ હાઇરાઈઝ ઇમારતોમાં ફાયર એકટ હેઠળ જેણે NOC નથી લીધી તેવી કોમર્શિયલ મિલકતોની સિલીંગ કામગીરી ટાઉન પ્લાનિંગ વિભાગના બાંધકામ શાખાના ટેક્નિકલ રાજેશ સૂર્યવંશીએ તેમની ટીમ સાથે પહોંચી હાથ ધરી હતી. જો કે કામગીરી નગરપાલિકાને એટલે સૂઝી કે તે દિવસે અમદ...