
વાપી ચલામાં માઁ જનમ ટ્રસ્ટ દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી “રાસ રસિયા” નવરાત્રી મહોત્સવ
વાપી ખાતે કોરોના મહામારી સમયથી ભૂખ્યા માટે ભોજનના ઉદેશથી અન્નક્ષેત્ર શરુ કરી આ નિઃશુલ્ક અન્નક્ષેત્ર ને કાયમી ચાલુ રાખી દરરોજ સેંકડો ભૂખ્યા લોકોની જઠરાગ્ની ઠારતી સંસ્થા માઁ જનમ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાના લાભાર્થે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના સહયોગથી વાપીના ચલા મુક્તાનંદ માર્ગ ખાતે “રાસ રસિયા” નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જાણીતા ગરબા ગાનાર કલાકારો તેમની આધુનિક સાજયંત્રો સાથે રંગ જમાવશે.
આ “રાસ રસિયા” નવરાત્રી મહોત્સવની વિશેષતા એ રહેશે કે માતાજીની પૂજા- આરાધના આપણા ધાર્મિક વિધિવિધાનથી થશે. લોકોને પ્રથમવાર માતાજીની નવ દિવસ આરાધના કેવી રીતે થાય તેના દિવ્ય દર્શન થશે. ગરબાના ગીતો પણ આ માતાજીના આરાધનાના પર્વને કોઈપણ રીતે આહત થાય તેવા નહી હોય તેની કાળજી રખાશે.
અવશર દરમિયાન અનેક મહાનુભાવો અને સિતારા પણ હાજરી આપશે. અવસરની સાથે એક્સઝીબેશનનું પણ આયોજન...