Friday, October 18News That Matters

Tag: Ramesh Dubla who strangulated a 10-year-old girl from Talasari was nabbed by Talasari police within 2 hours

તલાસરીની 10 વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા કરનાર નિર્દયી રમેશ દુબળાને તલાસરી પોલીસે 2 કલાકમાં જ દબોચી લીધો

તલાસરીની 10 વર્ષની બાળકીનું ગળું દબાવી હત્યા કરનાર નિર્દયી રમેશ દુબળાને તલાસરી પોલીસે 2 કલાકમાં જ દબોચી લીધો

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વંકાછ ગામની અવાવરું જગ્યાએથી ગુરુવારે એક બાળકીના મૃતદેહનો તલાસરી પોલીસે કબ્જો લઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. તલાસરી પોલીસે બાળકીની નિર્દયતાથી હત્યા કરનાર હત્યારાને પણ ઝડપી પાડ્યો છે. ઘટના અંગે તલાસરી પોલીસે આપેલી વિગતો મુજબ મહરાષ્ટ્રના થાણે જિલ્લાના તલાસરી પોલીસ મથકે 1 માર્ચના રોજ એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેની 10 વર્ષની દીકરી ઘરેથી સવારે 09.00 વાગ્યાની આસપાસ શાળાએ ગઈ હતી, પરંતુ તે પરત આવી નથી. બાળકીની આસપાસના વિસ્તારમાં અને તેના સંબંધીના ઘરે શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ફરિયાદ કરનાર બાળકીના પરિવારજનોએ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ ફરિયાદ આધારે તલાસરી પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને   જિલ્લા પોલીસવડા બાલાસાહેબ પાટીલ,...