ઉમરગામના વિકાસમાં નરેન્દ્ર મોદીના સ્વપ્ન પર રમણલાલે ફૂલ સ્ટોપ મૂક્યાં છે:- રાકેશ રાય
ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપ વર્સીસ કોંગ્રેસ ને બદલે રમણલાલ વર્સીસ રાકેશ રાયનો જંગ જામ્યો છે. એક તરફ સરીગામ ખાતે ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકર ના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની જેવા સ્ટાર પ્રચારક ને બોલાવી જાહેર સભા યોજી હતી. તો, તેની સામે સરીગામના રાકેશ રાયે પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી એકલા હાથે પાટકર ની સભામાં ઉપસ્થિત લોકો કરતા પણ વધુ લોકો એકઠા કરી રમણલાલ પાટકર પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવી ને વિજય બનાવવા અપીલ કરી હતી.
સરીગામ ખાતે શુક્રવારે સમગ્ર જિલ્લાને અચરજ પમાંડતો રાજકીય ડ્રામા સર્જાય હતો. જેમાં સરીગામના રાકેશ રાય વિરુદ્ધ જાહેર સભાને સંબોધન કરવા મેદની એકઠી કરી હોવા મામલે આચારસંહિતા ભંગ હેઠળ ભિલાડ પોલીસે અટકાયત કરી હતી. જો કે સરીગામ માં એ જ દિવસે સ્મૃતિ ઇરાનીની જાહેર સભા હતી. જેને સાંજે 6 વાગ્યા આસપાસ સ્મૃતિ ઈરાનીએ સંબોધી હતી. જ્યારે આ...